Pages

Recommended Jobs

Search This Website

9 Apr 2021

જ્યારે કોવિડ વોર્ડમાં માસૂમની સારવાર માટે પિતાને પહેરવી પડી PPE કિટ




જ્યારે કોવિડ વોર્ડમાં માસૂમની સારવાર માટે પિતાને પહેરવી પડી PPE કિટ








અમદાવાદ/વડોદરા: કોરોનાની બીજી લહેર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહી રહે છે. જીવલેણ વાઈરસના શરૂઆતી દૌરમાં એવું માનવામાં આવતું હતું કે, બાળકોને આ વાઈરસ નુક્સાન નથી પહોંચાડી શકતો, કારણ કે તેમની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત હોય છે. જો કે કોરોનાનો બીજો સ્ટ્રેઈન હવે બાળકો માટે પણ ઘાતક પુરાવાર થયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં બાળકો પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે માતા-પિતાની ચિંતા વધી ગઈ છે.



તાજેતરમાં વડોદરાની એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની એક તસવીર વાઈરલ થઈ હતી. જેમાં કોરોના સંક્રમિત બાળક સાથે તેના પિતા પીપીઈ કિટ પહેરીને રહી રહ્યા છે. જેથી તેઓ ખુદ બાળકની કાળજી રાખી શકે.

રાજ્યની હોસ્પિટલોમાં પ્રતિદિન બાળકો કોરોના સંક્રમિત થઈને એડમિટ થઈ રહ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર 12 બાળકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જે પૈકી બે બાળકોની હાલત ગંભીર થતાં તેમને ઑક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલ બાળરોગ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ સિવાય કોરોનાના કારણે મોતને ભેટ્યા હોય તેવા પણ એક-બે બનાવો સામે આવ્યા છે.


આ અંગે સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ રાકેશ જોશીનું કહેવું છે કે, આ વાઈરસ પહેલાની સરખામણીમાં બાળકો પર વધુ અસર કરે છે. જો કે મોટાભાગના સંક્રમિત બાળકો સામાન્ય તાવની ફરિયાદ વાળા હોય છે, પરંતુ આ વખતે એવા કેટલાક બાળકો પણ આવ્યા છે, જેમને ઓક્સિજનની જરૂર પડી હોય. જે એક ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: આજથી ઝાયડસમાં રેમડેસિવિરના ઈન્જેક્શન નહીં મળે, કંપનીએ કરી જાહેરાત

બાળક ઝાડા-ઉલટી કરે અથવા અશક્તિના કારણે વધુ રડે તો ડોક્ટરનો સંપર્ક કરો



કોરોનાના નવા સ્ટ્રેઈનમાં નાના બાળકોમાં ઝાડા-ઉલટી મુખ્ય લક્ષણ છે. આ સિવાય અશક્તિના કારણે બાળક સતત રડે તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જ્યારે બાળકને શરદી-ખાંસીની સામાન્ય અસર જણાય તો પણ માતા-પિતાએ ગંભીરતાથી લેવી જોઈએ. મોટાભાગે બાળકોને સંક્રમણ પરિવારજનો તરફથી જ લાગે છે. આથી પરિવારનું કોઈ સભ્ય જો બહારથી આવે, તો તેણે યોગ્ય રીતે સ્વસ્થ થયા પછી જ બાળકને અડકે તે વધુ હિતાવહ છે. આ ઉપરાંત બાળકોને બહાર રમવા મોકલતા પહેલા પણ માતા-પિતાએ ખાસ કાળજી રાખવી. For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment